પાકિસ્તાનની સંસદમાં સાંસદો બાખડ્યા, વીડિયો વાઈરલ
Live TV
-
સંસદ ભારતની હોય કે પાકિસ્તાનની હોબાળા વગર પુર્ણ થતી જ નથી. ભારે હોબાળા સાથે પાકિસ્તાન સંસદમાં બજેટ રજૂ થયું તે દરમિયાન પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ અને પાકિસાતાન મુસ્લિમ લીગ-નવાજના સાંસદ એકબીજા સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા.
મળતી માહિતી મુજબ પાકિસ્તાનના ઉર્જા રાજ્ય મંત્રી આબિદ શેર અલી અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પક્ષના સાંસદ અમજદ નિયાજીના ઝઘડાને વિપક્ષી પક્ષના સાંસદો દ્વારા વિરોધ પ્રદર્શન તરીકે ગણવામાં આવ્યો હતો. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સા પક્ષના અલી મોહમ્મદે ગુસ્સે થયેલ સઇદને શાંત કરવામાં સફળતા મેળવી હતી. બીજી તરફ સાંસદ શહરયાર અફરીદી સઇદને સંસદની બહાર લઇ જવામાં આવ્યા હતા. છેલ્લે વિપક્ષના વિરોધ અને હોબાળાની વચ્ચે પાકિસ્તાની સરકારે બજેટ રજૂ કર્યું છે.
વિપક્ષે આરોપ લગાવ્યા છે કે સરકારે બજેટને તેની નક્કી કરેલ મર્યાદાથી આગળ વધીને રજૂ કર્યું છે જે અસંવિધાનિક છે.