ચીનની બે દિવસની યાત્રા પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યા પીએમ મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનની બે દિવસની યાત્રા પૂર્ણ કરી ભારત પર ફર્યા છે. ચીન યાત્રાના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતી શી જિનપિંગ સાથે અનૌપચારિક મુલાકાત દરમિયાન બન્ને નેતાઓએ ઇસ્ટ લેકની મુલાકાત કરી હતી. બન્ને નેતાઓએ અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા પણ કરી હતી.
બે દિવસીય ચીન પ્રવાસના ભાગરુપ ગુરુવારે મોડી રાત્રે વુહાન પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે શુક્રવારે મુલાકાત થઈ હતી. શનિવારે બન્ને નેતાઓએ વુહાન ઇસ્ટ લેકની મુલાકાત લીધી હતી. તથા પરંપરાગત ચાઇનીઝ નૌકામાં સરોવરની સહેલ કરી હતી. પીએમ મોદી અને જિનપિંગ વચ્ચેની મુલાકાત શુક્રવારની શિખર મંત્રણા અનૌપચારિક હતી.