નેપાળનાં પ્રવાસે PM મોદી, ફરી સંબંધો સુધારવાની દિશામાં બન્ને દેશ
Live TV
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે પાડોસી દેશ નેપાળ જવા માટે રવાના થઇ ગયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે પાડોસી દેશ નેપાળ જવા માટે રવાના થઇ ગયા છે. વડાપ્રધાનનો આ પ્રવાસ બે દિવસનો હશે. પોતાના આ પ્રવાસની શરૂઆત PM મોદી જનકપુરનાં જાનકી મંદિરથી પૂજા-અર્ચના સાથે કરશે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનો આ ત્રીજો પ્રવાસ છે.
ઉલ્લેખનિય છે કે, ભારતીય પ્રધાન મંત્રીનો આ પ્રવાસ ગત મહિને નેપાળી PM કેપી શર્મા ઓલીનાં ભારત પ્રવાસ બાદ થઇ રહ્યો છે. ઓલી ફેબ્રુઆરીમાં પોતાનું પદ સંભાળ્યા બાદ પોતાના પ્રથમ વિદેશ પ્રવાસ પર ભારત આવ્યા હતાં. વડાપ્રધાન મોદી અહિંયા આજે જનકપુર-અયોધ્યા બસ સર્વિસને લીલી ઝંડી દેખાડશે બંને દેશો વચ્ચે નબળા થતા જતા વિશ્વાસ અને નેપાળમાં ચીનના વધતા જતા રસના કારણે મોદીની આ યાત્રા રાજકીય ક્ષેત્રે પણ મહત્વની માનવામાં આવે છે. તે ઉપરાંત નેપાળમાં નવી સરકાર બન્યા પછી ભારત તરફથી આ પહેલી ઉચ્ચસ્તરીય યાત્રા માનવામાં આવે છે. આ દરમિયાન ઘણી મહત્વની સમજૂતી થવાની શક્યતા પણ છે. મોદી એક હાઈડ્રો પ્રોજેક્ટનો શિલાન્યાંસ પણ કરશે. આ ઉપરાંત જનકપુરથી અયોધ્યા વચ્ચેની બસ સેવાની પણ લીલીઝંડી બતાવવામાં આવશે. નોંધનીય છે કે, ગયા મહીને જ નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી તેમની પહેલી વિદેશ યાત્રામાં ભારત આવ્યા હતા.