બ્રિટનના આરોગ્ય મંત્રી મૈટ હેનકોકે રાજીનામુ આપ્યું
Live TV
-
બ્રિટેનના સ્વાસ્થ મંત્રી મૈટ હૈનકોકે આપ્યું રાજીનામું, કોરોના નિયમોના ઉલ્લંઘનનો હવાલો આપી આપ્યું રાજીનામું
બ્રિટનના આરોગ્ય મંત્રી મૈટ હેનકોકે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે.તેમણે પોતાની નજીકની સહયોગીને ચુંબન કરીને કોવિડ-19 નિયમોનો ભંગ કર્યો હતો. તે પછી તેમના પર રાજીનામુ આપવાનું દબાણ વધ્યું હતું. બ્રિટનના પ્રધાનમંત્રી જોન્સનને લખેલા પત્રમાં હેનકોકે કહ્યું હતુ કે સરકાર તે લોકોની ઋણી છે, જેમણે આ મહામારીમાં ઘણું બધું ખોયું છે. ઘર બહાર સોશિયલ ડિસ્ટન્સ પાળવાના સરકારી નિયમનો ભંગ કર્યા બદલ હેનકોકે પુનઃ માફી માંગી હતી. મેટ હેનકોકના રાજીનામા પછી સાંસદ સાજીદ જાવેદની આરોગ્ય મંત્રી પદે વરણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બ્રિટેનના આરોગ્ય મંત્રી મૈટ હૈનકોકે પોતાની સહકર્મી જીના કોલાડાંગેલોને કીસ કરી હતી. પોતાની ઓફિસ બહાર જ બંને લોકોએ કીસ કરી હતી. પરંતુ આ તમામ દૃશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. અને એક વીડિયો ક્લિપ પણ સ્થાનિક મીડિયા સુધી પહોંચી ગઈ હતી. મૈટ હૈનકોકની ઉંમર 42 વર્ષની છે. અને તેની સહકર્મી 43 વર્ષની છે. જીના કોલાડાંગેલોને ગળે મળતા અને કીસ કરવાનો વીડિયો વાઈરલ થયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર આ વીડિયો 6 મેનો છે. અને વ્હાઈટ હોલ કાર્યાલય બહાર બપોરના 3 વાગ્યા પર બંને લોકો આ સ્થળ પર મળ્યા હતા.
