બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોનસનની અધ્યક્ષતામાં જી-સેવન દેશોની આ વર્ષની પ્રથમ ઓનલાઇન બેઠક યોજાઇ
Live TV
-
સશક્ત અર્થવ્યવસ્થાવાળા સમૂહ જી-સેવન દેશોના નેતાઓએ દુનિયાના વિકાસશીલ દેશોને કોવિડ-19 રસી ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ વ્યકત કર્યો છે. જી-સેવન દેશોની આ વર્ષની પ્રથમ ઓનલાઇન બેઠકની અધ્યક્ષતા દરમિયાન બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોનસન અને નેતાઓએ WHOના નેતૃત્વવાળી કોવિડ વેકસીન પહેલને વધારીને સાત પોઇન્ટ પાંચ બિલીયન અમેરિકન ડોલર કરવાનું વચન આપ્યું છે. જી-સેવન દેશ વધારાની વેકસીન વિકાસશીલ દેશોને ફાળવવા સંમત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો-બાઇડને પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય બેઠકને સંબોધતા અમેરિકા તરફથી કોવિડ યોજના માટે વધારાના ચાર બિલીયન અમેરિકી ડોલરનું વચન આપ્યું હતું.
