NASAના પર્સિવરન્સ રોવરનું મંગળ ગ્રહ પર સફળતા પૂર્વક ઉતરણ
Live TV
-
મંગળની સપાટી પર જીવનની શક્યતા વિષે શોધખોળ કરશે
અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાના રોવરનું મંગળ ગ્રહ પર સફળતા પૂર્વક ઉતરણ થઈ ચૂક્યું છે. ભારતીય સમય અનુસાર લગભગ અઢી વાગે માર્સ રોવરે ઉતરાણ કર્યું, તે સાથે જ પ્રયોગશાળામાં આ યોજના પર કામ કરી રહેલા લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. 6 પૈડાં વાળું આ રોવર મંગળની સપાટી પર જીવનની શક્યતા વિષે શોધખોળ કરશે, મંગળ પર ઉતરતા જ રોવરે તસ્વીરો પણ મોકલી છે.
