મનીલામાં રાષ્ટ્રપતિએ ભારતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા બાળકોના વાલીઓ સાથે મુલાકાત કરી
Live TV
-
ભારતીય ચિકીત્સા સંસ્થાન ફિલીપાઈન્સમાં પોતાની સમકક્ષ સંસ્થાઓ સાથે ટ્રાન્સપ્લાન્ટની રકમને ઓછી કરવાના દિશામાં પગલાં લઈ રહી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાની ફિલીપાઈન્સ યાત્રા દરમિયાન મનીલા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભારતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા બાળકોના વાલીઓ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે, ભારત આ કાર્યમાં ફિલીપાઈન્સને આગળ પણ સહયોગ કરવા માંગે છે. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટર પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ફિલીપાઈન્સ અને ભારતના મજબૂત સંબંધથી લોકોની જરૂરિયાતો અને જીવનદાયી પરિયોજનાઓ પરિપૂર્ણ થઈ રહી છે. આ સાથે તેમણે કહ્યું કે, ભારતીય ચિકીત્સા સંસ્થાન ફિલીપાઈન્સમાં પોતાની સમકક્ષ સંસ્થાઓ સાથે ટ્રાન્સપ્લાન્ટની રકમને ઓછી કરવાના દિશામાં પગલાં લઈ રહી છે.