પ્રધાનમંત્રીએ G-7 દેશોને "વન અર્થ-વન હેલ્થ"નો મંત્ર આપ્યો
Live TV
-
ભારતને અતિથી દેશ તરીકે આ વર્ચુઅલ સંમેલનમાં સામેલ થવા આમંત્રીત કરવામાં આવ્યું છે
તાજેતરમાં બ્રિટન જી-7ની અધ્યક્ષતા કરી રહ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જી-7 સમિટના બીજા દિવસે વર્ચુઅલ માધ્યમથી આઉટરીચ સેશનમાં ભાગ લેશે. ભારતને અતિથી દેશ તરીકે આ વર્ચુઅલ સંમેલનમાં સામેલ થવા આમંત્રીત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજી વખત જી-7 શિખર સંમેલનમાં ભાગ લીધો છે.
"વન અર્થ-વન હેલ્થ"નો મંત્ર આપ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનમાં ચાલી રહેલા G-7 સમિટના આઉટરીચ સેશનને શનિવારે રાત્રે સંબોધિત કર્યું હતું. પ્રધાનમંત્રીએ G-7 દેશોને "વન અર્થ-વન હેલ્થ"નો મંત્ર આપ્યો હતો. તેમણે કોરોના વેક્સિનની પેટન્ટને જાહેર કરવાને લઈને G-7ના દેશોને સરમર્થન કરવાનો આગ્રહ કર્યો હતો.
