પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જી-7 સમિટના બીજા દિવસે વર્ચુઅલ સંમેલનમાં ભાગ લેશે
Live TV
-
પ્રધાનમંત્રીએ G-7 દેશોને "વન અર્થ-વન હેલ્થ" નો મંત્ર આપ્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જી-7 સમિટના બીજા દિવસે આઉટરીચ સેશનમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પણ જી-7 શિખર સંમેલનમાં વર્ચુઅલ માધ્યમથી ભાગ લેશે. તાજેતરમાં બ્રિટન જી-7ની અધ્યક્ષતા કરી રહ્યું છે. ભારતને અતિથી દેશ તરીકે આ વર્ચુઅલ સંમેલનમાં સામેલ થવા આમંત્રીત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજી વખત જી-7 શિખર સંમેલનમાં ભાગ લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનમાં ચાલી રહેલા G-7 સમિટના આઉટરીચ સેશનને શનિવારે રાત્રે સંબોધિત કર્યું હતું. પ્રધાનમંત્રીએ G-7 દેશોને "વન અર્થ-વન હેલ્થ"નો મંત્ર આપ્યો હતો.
બ્રિટને સંમેલનના અધ્યક્ષ તરીકે પ્રાથમિકતાવાળા ચાર ક્ષેત્રની ઓળખ કરી છે. તેમાં કોરોના વાયરસથી પ્રભાવીત વૈશ્વિક અર્થવ્યવસ્થાને યોગ્યમાર્ગ ઉપર લાવવાની આગેવાની કરવી, તથા ભવિષ્યમાં આવી મહામારી સામે કામ કરવા સુદ્રઢ વ્યવસ્થા વિકસીત કરવાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત મુક્ત અને નિષ્પક્ષ વેપાર દ્વારા ભાવી સમૃધ્ધીને પ્રોત્સાહન આપવું. જળવાયુ પરિવર્તન સામે કામ કરવું, અને જૈવ-વિવિધતાનું રક્ષણ તથા સમાન મુલ્યોના ઉદાર સમાજને પ્રોત્સાહન આપવાની બાબત તેમાં સામેલ છે. વૈશ્વીક અર્થવ્યવસ્થાને મહામારીથી ઉગારવાની સાથે આરોગ્ય અને જળવાયુ જેવા મુદે વિચારવિમર્શ થવાની સંભાવના છે.
