કોરોના સાથે જોડાયેલી રાહત સામગ્રી પર GST દરમાં ઘટાડો, જાણો GST કાઉન્સિલમાં લેવાયેલા મહત્વના નિર્ણયો?
Live TV
-
કોવિડ-19 રાહત અને સારવારમાં ઉપયોગ થતી ચીજવસ્તુઓ પર જીએસટીના દરમાં ફેરફાર કરાયો
આજે વીડિયો કોન્ફરન્સ મારફતે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી નિર્મલા સીતારામનના નેતૃત્વમાં જીએસટી પરિષદની 44 મી બેઠક યોજાઈ હતી. જીએસટી પરિષદે આ બેઠકમાં કોવિડ-19 ની રાહત અને સારવારમાં ઉપયોગ થતી ચોક્કસ દવાઓ અને સાધનસામગ્રીઓ પર આગામી તારીખ 30 સપ્ટેમ્બર, 2021 સુધી જીએસટીના દર ઘટાડવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
આ બેઠકમાં રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી અનુરાગ ઠાકુર, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી નીતિન પટેલ સહીત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણાં મંત્રીઓ તથા નાણાં મંત્રાલય અને રાજ્ય સરકાર/ કેન્દ્રશાસિત પ્રદેશોના વરિષ્ઠ અધિકારીઓએ પણ આ બેઠકમાં હાજરી આપી હતી.પરિષદની ભલામણોની વિગત નીચે મુજબ છે :
ક્રમ
વિગત
જીએસટીના વર્તમાન દર
જીએસટી પરિષદે ભલામણ કરેલા જીએસટીના દર
દવાઓ
1.
ટોસિલિઝુમેબ
5%
-
2.
એમ્ફોટેરિસિન B
5%
-
3.
હેપરિન જેવી એન્ટિ-કોએગ્યુલન્ટ્સ (લોહીને પાતળું કરવાની દવા)
12%
5%
4.
રેમડેસિવિર
12%
5%
5.
કોવિડ સારવાર માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચએફડબલ્યુ) અને ફાર્મા વિભાગે ભલામણ કરેલી અન્ય કોઈ દવા
લાગુ દર
5%
ઓક્સિજન, ઓક્સિજન પેદા કરતા ઉપકરણ અને સંબંધિત તબીબી ઉપકરણ
1.
તબીબી ગ્રેડનો ઓક્સિજન
12%
5%
2.
ઓક્સિજન કોન્સેન્ટ્રેટર/જનરેટર, જેની સાથે સંબંધિત અંગત ઉપયોગ માટેની આયાતી ચીજવસ્તુઓ
12%
5%
3.
વેન્ટિલેટર્સ
12%
5%
4.
વેન્ટિલેટર માસ્ક / કેન્યુલા / હેલ્મેટ
12%
5%
5.
બાયપેપ (BiPAP) મશીન
12%
5%
6.
હાઈ ફ્લો નેસલ કેન્યુલા (HFNC) ઉપકરણ
12%
5%
ટેસ્ટિંગ કિટ અને મશીન
1.
કોવિડ ટેસ્ટિંગ કિટ્સ
12%
5%
2.
ચોક્કસ ઇન્ફ્લેમેટરી ડાઇગ્નોસ્ટિ કિટ્સ, ડી-ડાયમર, આઇએલ-7, ફેરિટિન અને એચડીએચ
12%
5%
કોવિડ-19 સાથે સંબંધિત અન્ય રાહત સામગ્રી
1.
અંગત ઉપયોગ માટે આયાતી ચીજવસ્તુઓ સહિત પલ્સ ઓક્સિમીટર્સ
12%
5%
2.
હેન્ડ સેનિટાઇઝર
18%
5%
3.
તાપમાન માપક ઉપકરણ
18%
5%
4.
સ્મશાન માટે ગેસ/ઇલેક્ટ્રિક/અન્ય ચીમનીઓ, જેમાં તેમની સ્થાપના વગેરે સામેલ છે
18%
5%
5.
એમ્બ્યુલન્સ
28%
12%
