Skip to main content
Settings Settings for Dark

અમદાવાદથી પસાર થતી ત્રણ સ્પેશિયલ ટ્રેનોનું આવાગમન વધારાયું

Live TV

X
  • અમદાવાદથી પસાર થતી ત્રણ સ્પેશિયલ ટ્રેનોના ફેરા વધારાયા છે. પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-સમસ્તીપુર, રાજકોટ-સમસ્તીપુર અને ઓખા-ગુવાહાટી સ્પેશિયલ ટ્રેન સેવાના એક એક ફેરા વધારવાનો નિર્ણય કરાયો છે, જેનું બુકિંગ આજથી શરૂ થયું છે. ડિવિઝનલ રેલવે મેનેજર દીપક કુમાર ઝા ના જણાવ્યા અનુસાર, અમદાવાદ- સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેન સ્પેશિયલ ફેર સાથે હવે તે 13 જૂન,2021ના રોજ પણ ચાલશે. તેવી જ રીતે, સમસ્તીપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન હવે 16 જૂન, 2021ના રોજ પણ ચાલશે.
    ઓખા- ગુવાહાટી સ્પેશિયલ ટ્રેન સ્પેશિયલ ફેર સાથે 18 જૂન,2021ના રોજ પણ ચાલશે. જ્યારે ગુવાહાટી-ઓખા સ્પેશિયલ ટ્રેન 21 જૂન, 2021ના રોજ પણ ચાલશે. રાજકોટ- સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેન હવે 16 જૂન,2021ના રોજ પણ ચાલશે. તેવી જ રીતે, સમસ્તીપુર-રાજકોટ સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારવામાં આવ્યા છે અને હવે આ ટ્રેન 19 જૂન, 2021ના રોજ પણ ચાલશે. રાજકોટ-પોરબંદર અને સુરેન્દ્રનગર-ભાવનગર દૈનિક લોકલ તેમજ સ્પેશિયલ ટ્રેન આવતીકાલથી ફરીથી શરૂ થશે. 

    કોવિડ મહામારીના કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટતા આ બંને ટ્રેન રદ કરાઇ હતી જે હવે આવતીકાલથી પૂર્વવત થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડી. સી. એમ. અભિનવ જેફે આ માહિતી આપી હતી. આ ટ્રેનોનું બુકિંગ આજથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઇઆરસીટીસી વેબસાઇટ પરથી કરી શકાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply