આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ અચાનક વધતા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારોઃ કેન્દ્વીય પેટ્રોલિયમ મંત્રી
Live TV
-
ભારત 80 ટકા ઈંધણ આંતરરાષ્ટ્રીય બજારમાંથી મેળવે છે.
પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવ મુદ્દે કેન્દ્વીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ છે, કે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ અચાનક વધતા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમણે જણાવ્યુ હતુ કે, ભારત 80 ટકા ઈંધણ આંતરરાષ્ટ્રીય બજારમાંથી મેળવે છે. વધતા ભાવો પાછળનું અન્ય એક કારણ આપતા તેમણે જણાવ્યુ હતુ, કે 2014 પહેલાની યુપીએ સરકાર વખતે આપવામાં આવેલા ઓઈલ બોન્ડની કરોડોની ચુકવણી સરકાર આજ દિન સુધી કરી રહી છે.
