Skip to main content
Settings Settings for Dark

આજે GST પરિષદની 44મી બેઠક નાણાંમંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળશે

Live TV

X
  • નાણાંમંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાનાર 44મી જીએસટી બેઠકમાં રાજ્યકક્ષાના નાણામંત્રી અનુરાગ ઠાકુર તેમજ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશના નાણાંમંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ લેશે ભાગ

    ગતવર્ષે કોરોના મહામારીના કારણે જીએસટી કાઉન્સિલની 43મી બેઠક વારંવાર ટાળી દેવામાં આવી હતી. જે લગભગ સાત મહિના બાદ 28 મે શુક્રવારના દિવસે નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં કોરોનાથી રાજ્યોની અર્થવ્યવસ્થા પર થતી અસર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વર્ષની તે પહેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 6 મહત્વના નિર્ણયો લીધા હતા. ત્યારે આજે તારીખ 12 મી જૂનના રોજ સવારે 11 કલાકે જીએસટી કાઉન્સિલની 44 મી બેઠક નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાનાર છે. 

    આજની આ જીએસટી કાઉન્સિલની બેઠકમાં મંત્રી સમુહદાયની બેઠકના અહેવાલના આધારે કોવિડ-19 સબંધે કેટલીક છૂટછાટ આપવા અંગે નિર્ણય થઇ શકે છે. આ બેઠકમાં રાજ્યકક્ષાના નાણામંત્રી અનુરાગ ઠાકુર તેમજ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે.

     

    43 મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા 6 મહત્વના નિર્ણયો:

    1. રાહત સામગ્રીની આયાતમાં આગામી તારીખ 31 ઓગસ્ટ સુધી છૂટ અપાઈ 

    2. દેશમાં Mucormycosis ના વધતા કેસોને ધ્યાને લઇ Amphotericin B ને IGST માં છૂટ અપાઈ 

    3. રાજ્યોને કેન્દ્ર સરકાર દ્વારા GST વળતર પેટે 1.58 લાખ કરોડ રૂપિયા મળશે

    4. તબીબી સાધનો પર GST ઘટાડાનો નિર્ણય આગામી 10 દિવસ સુધીમાં તૈયાર કરીને આપશે 

    5. નાણાકીય વર્ષ 2020-21 માટે વાર્ષિક રિટર્ન ફાઇલિંગ વૈકલ્પિક રહેશે

    6. કરદાતાઓને રાહત આપવા માફી યોજના (amnesty scheme) ચાલુ રહેશે, કરદાતાઓને લેટ ફીમાં રાહત મળશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply