Skip to main content
Settings Settings for Dark

વિદેશમંત્રી એસ.જયશંકર આજથી ત્રણ દિવસ માટે કેન્યાના પ્રવાસે

Live TV

X
  • વિદેશમંત્રી ભારત - કેન્યાના ત્રીજા સંયુક્ત પંચની મળનારી બેઠકમાં સહઅધ્યક્ષતા કરશે. જેનો મુખ્ય હેતુ ભારત અને કેન્યા વચ્ચેના સંબંધોને વધુ સુદ્રઢ અને મજબુત બનાવવાનો છે.

    વિદેશ મંત્રી એસ.જયશંકર આજથી ત્રણ દિવસ માટે કેન્યાના પ્રવાસે જશે. ત્યાં તેમનું લક્ષ બન્ને દેશો વચ્ચેના સંબંધોને વધુ સુદ્રઢ અને મજબૂત બનાવવાનું છે. કેન્યાના આ પ્રવાસ દરમિયાન વિદેશમંત્રી એસ. જયશંકર કેન્યાના વિદેશમંત્રી સાથે ભારત - કેન્યા સંયુકત કમિશનની ત્રીજી બેઠકની અધ્યક્ષતા કરશે. 

    આ બેઠકમાં બંને દેશોના આર્થિક,રાજકીય સંબંધો સહિતની બાબતોની સમીક્ષા કરવામાં આવશે. આફ્રિકી મહાદ્વીપનો આ દેશ- કેન્યા, ભારતનો એક મહત્વપૂર્ણ ભાગીદાર દેશ છે. કેન્યાના પાટનગર તેમજ સૌથી મોટા શહેર નાઈરોબીમાં વિદેશમંત્રી ભારત- કેન્યા સબંધોને વિકસાવવા માટે કેન્યા સરકારના વિવિધ મંત્રીઓ સાથે મુલાકાત કરી ચર્ચા વિચારણા પણ કરશે. આ ભાગીદારી બન્ને દેશો વચ્ચે સંબંધોનો મજબૂત પક્ષ છે, જે આગળ જતાં વધુ મજબૂત બનશે અને બંને દેશ વિવિધ ક્ષેત્રોમાં વિકાસમાં યથાયોગ્ય માર્ગદર્શન,સહયોગ આપશે.

    આ ઉપરાંત વિદેશમંત્રી એસ જયશંકર કેન્યામાં વસવાટ કરતા ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરશે. જે બન્ને દેશો વચ્ચેની એક મહત્વપૂર્ણ કડી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply