Skip to main content
Settings Settings for Dark

આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે 1 એપ્રિલથી 12 જૂન સુધી 170 પાર્સલ ટ્રેનો શરૂ કરાઇ   

Live TV

X
  • આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ચાલુ રાખવા માટે પશ્ચિમ રેલવેની ગુડ્સ એન્ડ પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દેશભરમાં સતત ચલાવવામાં આવી રહી છે. આ જ રીતે પશ્ચિમ રેલ્વેએ દેશના વિવિધ ભાગોમાં આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે 1 એપ્રિલથી 12 જૂન સુધી 170 પાર્સલ ટ્રેનો શરૂ કરી છે. આ સમયગાળા દરમિયાન ગુડ્સ ટ્રેનોમાં 15.68 મિલિયન ટન શિપમેન્ટ નોંધાયું હતું, જ્યારે ગયા વર્ષે સમાન ગાળામાં 11.18 મિલિયન ટન હતું. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલના કાર્યક્ષમ માર્ગદર્શન, પ્રેરણા અને સતત દેખરેખને કારણે આ સિદ્ધિઓ શક્ય બની છે.

    પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે 1 એપ્રિલથી 12 જૂન સુધી પશ્ચિમ રેલવેએ તેની વિવિધ પાર્સલ સ્પેશિયલ ટ્રેનો મારફતે 61,000 ટનથી વધુ વજનનો માલ પરિવહન કર્યો છે, જેમાં કૃષિ પેદાશો, દવાઓ, તબીબી સાધનો, માછલી, દૂધ વગેરેનો સમાવેશ થાય છે. જેના થી 20.81 કરોડ રૂપિયાની આવક થઈ છે. પશ્ચિમ રેલ્વેએ 25,000 ટનથી વધુ દૂધના પરિવહન સાથે 36 દૂધ વિશેષ ટ્રેનો શરૂ કરી હતી અને 100 ટકા વેગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ જ રીતે 43 કોવિડ-19 સ્પેશિયલ પાર્સલ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી અને 7100 ટન આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 14600 ટન વજનની 29 ઇન્ડેન્ટેડ રેક પણ 100 ટકા ઉપયોગ સાથે ચલાવવામાં આવી હતી. ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે નવા બજારો પ્રદાન કરવા અને પોસાય તેવા અને ઝડપી પરિવહન માટે આ સમયગાળા દરમિયાન વિવિધ વિભાગોમાંથી લગભગ 14000 ટનના ભાર વાળી 62 કિસાન ટ્રેનો પણ શરૂ કરવામાં આવી હતી. એપ્રિલથી 12 જૂન વચ્ચે 15.68 મિલિયન ટન આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે કુલ 7358 માલગાડીઓનું સંચાલન કરવામાં આવ્યું હતું. અન્ય ઝોનલ રેલ્વે સાથે 15758 માલગાડીઓનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ઇન્ટરચેન્જ પોઇન્ટ પર 7847 ટ્રેનો સોંપવામાં આવી હતી અને 7911 ટ્રેનોને કબજે કરવામાં આવી હતી. ટ્રેડ ડેવલપમેન્ટ યુનિટ્સ રેલ્વે બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રોત્સાહન યોજનાઓ સાથે હાલના અને સંભવિત માલ ગ્રાહકો સાથે સતત સંપર્કમાં છે જેથી તેઓ તેમના માલનું ઝડપથી, વિશ્વસનીય, પોસાય તેવું અને બલ્ક બાય રેલ પરિવહન કરવા પ્રોત્સાહિત કરી શકે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply