દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 હજાર 421 નવા કેસ નોંધાયા, જાણો કોરોના અપડેટ :
Live TV
-
દેશમાં છેલ્લા પાંચ દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. કોરોનાના કેસ એક લાખથી ઓછા નોંધાઈ રહ્યાં છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 હજાર 421 નવા કેસ નોંધાયા છે. જે સાથે કુલ સક્રિય કેસની સંખ્યા 10 લાખથી ઘટીને 9 લાખ 73 હજાર 158 થઇ છે. તો છેલ્લા 24 કલાકમાં 3 હજાર 921 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખ 19 હજાર 501 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 14 લાખ 99 હજાર 771 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. આ સાથે કુલ રસીકરણનો આંકડો 25 કરોડ 48 લાખ 49 હજાર 301 એ પહોંચી ચુક્યો છે.
