ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા 30000 મેટ્રિક ટન લિક્વીડ મેડિકલ ઓક્સિજનની ડિલીવરીનો રેકોર્ડ સર્જાયો
Live TV
-
કોરોનાની બીજી લહેર દરમિયાન દેશના વિવિધ ભાગોમાં તબીબી ઓક્સિજનની માંગમાં નોંધપાત્ર વધારો થયો હતો. ત્યારે રેલવે મંત્રાલયે ઓક્સિજન એક્સપ્રેસ ચાલુ કરીને દેશભરમાં ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય કર્યું. 421 ઓક્સિજન એક્સપ્રેસે દેશભરમાં ઓક્સિજન વિતરણની કામગીરી કરી છે. ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા અત્યાર સુધીમાં 1734 ટેન્કરો દ્વારા 15 રાજ્યોમાં ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો.
દક્ષિણ ભારતના રાજ્યોમાં 15 હજાર મેટ્રિક ટન લિક્વીડ મેડિકલ ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો છે. ઓક્સિજન એક્સપ્રેસે આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં અનુક્રમે 3600, 3700 અને 4900 MT કરતાં વધુ લિક્વીડ મેડિકલ ઓક્સિજન પહોંચાડ્યો છે.
જયારે મહારાષ્ટ્રમાં 14 MT, ઉત્તર પ્રદેશમાં 3797 MT, મધ્યપ્રદેશમાં 656 MT, 5722 MT દિલ્લીમાં, હરિયાણામાં 2354 MT, રાજસ્થાનમાં 98 MT, કર્ણાટકમાં 3782 MT, ઉત્તરાખંડમાં 320 MT, 4941 MT તમિલનાડુમાં, આંધ્રપ્રદેશમાં 3664 MT, પંજાબમાં 225 MT, કેરળમાં 513 MT, તેલંગાણામાં 2972 MT, ઝારખંડમાં 38 MT અને આસામમાં 8080 MT ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો છે.
