ઓરિસ્સાઃ અગ્નિ શ્રેણીની મિસાઈલ અગ્નિ-2નું સફળ પરિક્ષણ કરાયું
Live TV
-
રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન DRDOએ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-2 નું સફળ પરિક્ષણ કર્યું હતુ.
રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન DRDOએ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-2 નું સફળ પરિક્ષણ કર્યું હતુ. પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ આ મિસાઇલને ઓરિસ્સાના બાલાસૌર નજીક આવેલ ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ દ્વીપ પરથી છોડવામાં આવી હતી.
અગ્નિ-2 મિસાઈલ લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ મિસાઈલ છે. આ મિસાઈલનો વિકાસ અગ્નિ શ્રેણીની મિસાઈલ હેઠળ કરવામાં આવ્યો છે. આ મિસાઈલ 1 થી 2 હજાર કિલોમીટર દુર રહેલા ટાર્ગેટને પણ ખત્મ કરી શકે છે.
