કર્ણાટક અને તમિલનાડુમાં આજથી ધાર્મિક સ્થળો ખુલ્યા
Live TV
-
ઉત્તરપ્રદેશ સરકારની નવી માર્ગદર્શીકા મુજબ મલ્ટીપ્લેક્સ 50 ટકા બેઠક ક્ષમતા સાથે આજથી ફરી શરૂ કરી શકાશે.
દેશમાં વિભિન્ન ભાગોમાં કોરોના સામેનાં નિયમોમાં છૂટછાટ આપવાનુ શરૂ છે. અનેક રાજ્યોમાં આજથી અમુક અન્ય સેવાઓ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. ઉત્તરપ્રદેશ સરકારની નવી માર્ગદર્શીકા મુજબ મલ્ટીપ્લેક્સ 50 ટકા બેઠક ક્ષમતા સાથે આજથી ફરી શરૂ કરી શકાશે. માસ્ક, સેનેટાઈઝેશન અને થર્મલ સ્કેનીંગ જેવા કોવિડ નિયમોનુ પાલન કરીને પ્રેક્ષકોને સિનેમાહોલમાં પ્રવેશ આપવામાં આવશે. બીજી તરફ કર્ણાટક સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી ગાઈડલાઈન મુજબ આજથી મોલ્સ, શોપિંગ કોમ્પલેક્ષ અને ધાર્મીક સ્થળોને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને સાફસફાઈની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. બેંગલુરુનાં ગરુડ મોલનાં સીઈઓનાં જણાવ્યા અનુસાર મોલમાં કામ કરાનારા મોટા ભાગનાં કર્મચારીઓનુ રસીકરણ થઈ ચુક્યુ છે. તમીલનાડુમાં પણ કોવિડની બીજી લહેર દરમિયાન બંધ કરાયેલા મંદિરો અંદાજે 2 મહિનાં પછી આજથી ફરી ખોલવામાં આવ્યા છે. તમીલનાડુમાં 44 માં દિવસે પણ કોવિડનાં કેસ ઓછા નોંધાયા છે.. ગઈકાલે 3 હજાર 867 નવા કેસ નોંધાયા છે.. જેની સામે કુલ 4 હજાર 382 દર્દીઓ સાજા થયા છે..કોરોનાં સંક્રમણથી 72 લોકોનાં મૃત્યુ નિપજ્યા છે..જ્યારે એક્ટીવ કેસની સંખ્યા 35 હજાર 294 છે..ગત 24 કલાકમાં RT-PCR ટેસ્ટના માધ્યમથી કુલ 1 લાખ 57 હજાર 791 સેમ્પલનાં પરિક્ષણ કરાયા હતા..કોઈમ્બતુર જિલ્લામાં આજે 585 અને ચેન્નઈમાં 222 કેસ નોંધાયા છે..દિલ્હી સરકારે શહેરમાં દર્શકો વિના સ્ટેડિયમ તેમજ રમતગમત પરિસર ખોલવાની પરવાનગી આપી છે..તે સિવાય બેંકવેટ હોલ, લગ્ન માટેનાં હોલ તેમજ હોટેલમાં 50 મહેમાનો સાથે પ્રસંગ યોજી શકાશે.. જમ્મુ કાશ્મીર તંત્રએ કોરોનાનાં ધટતા કેસોને જોતા 13 જિલ્લાઓમાં વીકેન્ડ કરફ્યુ હટાવી દિધો છે..જેમાં જમ્મુ, કઠુઆ, સાંબા, પુંછ, રાજૌરી, ઉદ્યમપુર અને કાશ્મીર ધાટીનાં અનંતનાગ, બાંદીપુરા, બારામૂલા, બડગામ, ગાંદરબલ અને શોપિયાનો જિલ્લાનો સમાવેશ છે..તમામ દુકાનોને સવારે 7 વાગેથી સાંજે 7 વાગે સુધી ખુલ્લી રાખવાની પરવાનગી અપાઈ છે, જોકે રોજનાં રાત્રી કરફ્યુ રાત્રે 8 વાગેથી સવારે 7 વાગે સુધી યથાવત રહેશે..માર્કેટ એશોશિએસનને કોવિડ-19 નાં નિયમોનો કડક રીતે પાલન કરવાનુ રહેશે..રેસ્ટોરેન્ટ અને બાર તેની કુલ બેઠક ક્ષમતાનાં 50 ટકા બેઠકો માત્ર તે ગ્રાહકો માટે ખોલશે જેઓએ રસી લીધી છે..અથવા તો જેઓની પાસે છેલ્લાં 48 કલાકનો નેગેટીવ RT-PCR રિપોર્ટ છે.
