Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકારનો 7 રાજ્યો અને જમ્મુ-કાશ્મીરને કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયંટને અટકાવવાના ઉપાયોને ઝડપી કરવા આદેશ

Live TV

X
  • કેન્દ્ર સરકારે ગુજરાત સહિત 7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરને કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયંટને અટકાવવાના ઉપાયોને ઝડપી કરવા કહ્યું છે.  કેન્દ્રિય  આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ગઈકાલે આ અંગે તમિલનાડુ, ગુજરાત, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવોને આ વાયરસને અટકાવવાના ઉપાયોમાં ઝડપ  લાવવા પત્ર લખ્યો છે.

    મુખ્ય સચિવોને કહેવામાં આવ્યું છે કે પ્રભાવિત જિલ્લાઓ અને સમુદાય-સમૂહોમાં આ સંક્રમણને રોકવા માટે તાત્કાલિક ઉપાય કરવામાં આવે. સાથે-સાથે લોકોને એક જ સ્થળે ભેગા થવા અને પરસ્પર મળવા ઉપર નિયંત્રણ મુકવામાં આવે. કેન્દ્રિય આરોગ્ય સચિવે રાજ્યોના મુખ્ય સચિવોને કહ્યું છે કે ડેલ્ટા પ્લસ વેરિયંટથી ચેપગ્રસ્ત લોકોના સેમ્પલ નક્કી કરેલી પ્રયોગશાળા સુધી તાત્કાલિક મોકલવામાં આવે, જેથી અસરકારક ઉપચાર કરાવી શકાય.

    દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયંટના આશરે 50 થી વધુ કેસો સામે આવ્યાં છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું છે કે ડેલ્ટા પ્લસ વેરિયંટ વાયરસ કેટલો ઘાતક છે અને કેટલો ઝડપથી ફેલાઇ શકે છે તેની ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply