Skip to main content
Settings Settings for Dark

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ત્રણ દિવસ માટે લેહની મુલાકાતે પહોંચ્યા

Live TV

X
  • સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ત્રણ દિવસની લેહની મુલાકાતે પહોંચ્યા છે. રાજનાથ સિંહ સોમવારે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) દ્વારા બનાવવામાં આવેલા ઘણા પુલોનું ઉદ્દઘાટન કરશે. સંરક્ષણ મંત્રીની મુલાકાત દરમિયાન ચીફઆર્મી જનરલ એમ.એમ.નરવણે પણ તેમની સાથે રહેશે. રાજનાથસિંહે લેહમાં યુદ્ધના સેવા નિવૃત્ત અને પૂર્વ સૈનિકો સાથે વાતચીત કરી.

    સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ લદ્દાખ ક્ષેત્રમાં ત્રણ દિવસીય મુલાકાત માટે પહોંચ્યા ત્યારે લેહમાં ત્રણસોથી વધુ યુદ્ધના સેવા નિવૃત અને પૂર્વ સૈનિકો સાથે વાતચીત કરી હતી. દેશ માટેના તેમના યોગદાનની પ્રશંસા કરતા રાજનાથસિંહે તેમને નમન કર્યું હતું. રાજનાથ સિંહે કહ્યું કે, ભૂતપૂર્વ સૈનિકોને ખુશ રાખવા અને ફરિયાદોના નિરાકરણ માટે તમામ પ્રયત્નો કરવાની સરકારની જવાબદારી છે. તેમણે કોવિડ રોગચાળા દરમિયાન નિવૃત્ત સૈનિકોને તેમના ઘર આંગણે સેવા આપવા માટે આઇવીઆરએસ સુવિધાઓ અને ઓનલાઇન પોર્ટલ સૂચિબદ્ધ કર્યું છે. સંરક્ષણ મંત્રીએ ખાતરી આપી હતી કે નિવૃત્તિ પછીના પુનર્વસન મુદ્દાઓનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવશે. ઓઆરઓપીના અમલીકરણનો ઉલ્લેખ કરતા રાજનાથસિંહે કહ્યું કે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર સૈનિકોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.

    રાજનાથસિંહ હાજર રહેલા તમામ સેવા નિવૃત્ત લોકો સાથે વાતચીત કરી અને કોવિડ રોગચાળા દરમિયાન તેમના આરોગ્ય વિશે પૂછપરછ કરી હતી 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply