Skip to main content
Settings Settings for Dark

કેરળના દક્ષિણ પશ્ચિમ દરિયા કિનારે સત્તાવાર રીતે ચોમાસાની શરુઆત

Live TV

X
  • હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે કેરળ પહોંચી ગયું છે. કેરળમાં સામાન્ય રીતે 1 જૂને ચોમાસું આવે છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 48 કલાક દરમિયાન મધ્ય અરબી સમુદ્ર, તમિલનાડુ, કર્ણાટક અને દક્ષિણ પશ્ચિમ, મધ્ય અને ઉત્તરપૂર્વીય બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર ઘનઘોર વાદળો છવાયેલા હતા. પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન બિપરજોય પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધ્યું છે. આગામી 24 કલાક દરમિયાન તે ધીમે ધીમે વધુ તીવ્ર બનશે અને આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે, એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
apply