Skip to main content
Settings Settings for Dark

DRDO દ્વારા ઓડિશાના દરિયાકાંઠે 'અગ્નિ પ્રાઇમ' બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યુ

Live TV

X
  • નવી પેઢીની બેલિસ્ટિક મિસાઇલ 'અગ્નિ પ્રાઇમ'નું સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા 07 જૂન, 2023 ના રોજ ઓડિશાના દરિયાકાંઠે આવેલા ડૉ. APJ અબ્દુલ કલામ દ્વીપ પરથી સફળતાપૂર્વક ઉડાન ભરી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટ પરીક્ષણ દરમિયાન, તમામ ઉદ્દેશ્યો સફળતાપૂર્વક દર્શાવવામાં આવ્યા હતા. સિસ્ટમની સચોટતા અને વિશ્વસનીયતાને માન્ય કરીને મિસાઇલના ત્રણ સફળ વિકાસ પરીક્ષણો પછી વપરાશકર્તાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ આ પ્રથમ પ્રી-ઇન્ડક્શન નાઇટ લોન્ચ હતું. રેન્જ ઇન્સ્ટ્રુમેન્ટેશન જેમ કે રડાર, ટેલિમેટ્રી અને ઈલેક્ટ્રો ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ્સ વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવી હતી, જેમાં બે ડાઉન-રેન્જ વેસલ્સનો સમાવેશ થાય છે, જેથી વાહનના સમગ્ર માર્ગને આવરી લેતી ફ્લાઇટ ડેટા મેળવવામાં આવે.

    DRDO અને વ્યૂહાત્મક દળ કમાન્ડના વરિષ્ઠ અધિકારીઓ સફળ ઉડાન પરીક્ષણના સાક્ષી બન્યા, જેણે સશસ્ત્ર દળોમાં સિસ્ટમને સામેલ કરવાનો માર્ગ મોકળો કર્યો. રક્ષા મંત્રી રાજનાથ સિંહે DRDO અને સશસ્ત્ર દળોને નવી જનરેશન બેલિસ્ટિક મિસાઈલ 'અગ્નિ પ્રાઇમ'ના સફળ તેમજ કોપી-બુક પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા છે. ડૉ. સમીર વી. કામત, સંરક્ષણ વિભાગના સચિવ, આર એન્ડ ડી અને અધ્યક્ષ, ડીઆરડીઓએ પરીક્ષણ પ્રક્ષેપણમાં સામેલ ડીઆરડીઓ પ્રયોગશાળાઓની ટીમો અને વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની પ્રશંસા કરી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
apply