ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટ યથાવત રાખ્યા છે, નાણાકીય વર્ષ 2023-24 માટે જીડીપી દર 6.5 ટકા રહેવાનો અંદાજ
Live TV
-
ભારતીય રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે તેની બીજી દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરી છે. રિઝર્વ બેંકે મુખ્ય દરો યથાવત રાખ્યા છે. રેપો રેટ 6.5 ટકા પર રહેશે. નીતિ સમીક્ષાની જાહેરાત કરતાં રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે આ વર્ષે માર્ચથી એપ્રિલ દરમિયાન ગ્રાહક ભાવ સૂચકાંકમાં ઘટાડો થયો હતો. તેમણે કહ્યું કે આ નાણાકીય વર્ષમાં ફુગાવાનો દર ચાર ટકાથી વધુ રહેશે. શ્રી દાસે કહ્યું કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે. ફુગાવાનો દર પાંચ પોઈન્ટ એક ટકા હોઈ શકે છે. રિઝર્વ બેંકે જીડીપી વૃદ્ધિ દર 6.5 ટકા પર જાળવી રાખ્યો છે. ત્રિમાસિક ધોરણે, 2024 ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 8 ટકા, બીજા ક્વાર્ટરમાં 6.5 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 6 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 5.7 ટકા રહેવાનો અંદાજ છે.
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી હતી કે બેંકો હવે રુપે પ્રી-પેઇડ ફોરેક્સ કાર્ડ જારી કરી શકે છે. આ સાથે રિઝર્વ બેંકે ઈ-ફોર્મ વાઉચરનો વ્યાપ વધારવાની પણ જાહેરાત કરી હતી. આ માટે નોન-બેંક કંપનીઓ સ્વતંત્ર રીતે આવા સાધનો જારી કરી શકશે. રિઝર્વ બેંકના ગવર્નરે રૂ. 2000ની નોટો પાછી ખેંચી લેવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ નિર્ણયના ત્રણ સપ્તાહ બાદ સરકારના ખર્ચમાં વધારો થવાને કારણે રોકડનો પ્રવાહ પણ વધ્યો છે.