Skip to main content
Settings Settings for Dark

કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને ભારત માટે ચિંતાજનકઃ આરોગ્ય મંત્રાલય

Live TV

X
  • આરોગ્ય મંત્રાલયે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ અંગે મહારાષ્ટ્ર, કેરલ અને મધ્યપ્રદેશ માટે એડવાઇઝરી જાહેર કરી છે.

    કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને ભારત માટે ચિંતાજનક ગણાવ્યો છે. આરોગ્ય મંત્રાલયે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ અંગે મહારાષ્ટ્ર, કેરલ અને મધ્યપ્રદેશ માટે એડવાઇઝરી જાહેર કરી છે. જે અંતર્ગત આ વેરિઅન્ટથી પ્રાભાવિત વિસ્તારમાં તાત્કાલિક અસરથી કન્ટેનમેન્ટ ઝોન બનાવવા, ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારવા ઉપરાંત રસીકરણને તેજ બનાવવાની સલાહ અપાઇ છે..આરોગ્ય મંત્રાલયે એમ પણ કહ્યું કે, કોવિશિલ્ડ અને કોવેક્સિન ડેલ્ટા વેરિઅન્ટ સામે રક્ષણ આપવા માટે પ્રભાવશાળી છે.  આરોગ્ય સચિવે વધુમાં કહ્યું, અત્યાર સુધી 9 દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો વાયરસ મળી આવ્યો છે. આ દેશોમાં અમેરિકા, બ્રિટન, પોર્ટુગલ, સ્વિત્ઝર્લેન્ડ , જાપાન, પોલેન્ડ, નેપાળ. ચીન અને રશિયાનો સમાવેશ થાય છે. ભારતમાં કુલ 22 લોકોમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ જોવા મળ્યો છે, જેમાંથી 16 મહારાષ્ટ્ના રત્નાગીરી અને જલગાંવના છે. જ્યારે અન્ય કેરલ અને મધ્યપ્રદેશના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply