કોરોના મહામારીને કારણે પ્રભાવિત થયેલી અર્થવ્યવસ્થા માટે કેન્દ્ર સરકારે બુસ્ટર ડોઝ જાહેર કર્યો
Live TV
-
કોરોના મહામારીને કારણે પ્રભાવિત થયેલી અર્થવ્યવસ્થા માટે કેન્દ્ર સરકારે બુસ્ટર ડોઝ જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારે ઈમરજન્સી ક્રેડિટ લાઈન સ્કીમ અંતર્ગત દોઢ લાખ કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમને આરોગ્ય ક્ષેત્ર માટે 50 હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. આરોગ્ય ક્ષેત્ર માટે જાહેર કરાયેલ પેકેજની રકમ નોન મેટ્રો મેડિકલ ઇન્ફ્રા માટે ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત નાના ઉદ્યોગોને સહાય આપવા માટે સરકારે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ અને ટુરીસ્ટ ગાઇડ વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે પણ રાહત પેકેજનું એલાન કરાયું છે. આ ઉપરાંત આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની સમય મર્યાદામાં વધારો કરાયો છે.
