Skip to main content
Settings Settings for Dark

કોરોના સંક્રમણ ઘટતા તેલંગાણા, કર્ણાટક રાજ્યોમાં અનલોકની પ્રક્રિયા શરૂ

Live TV

X
  • તેલંગાણામાં આજથી લોકડાઉન હટાવાયું, તો કર્ણાટકમાં અનલોક-2ની કાલથી થશે શરૂઆત, જયારે ગોવામાં કોરોના કરફ્યૂ લંબાવાયો

    દેશના લગભગ તમામ રાજ્યોમાં ઘણા સમયથી કોરોના સંક્રમણને અટકાવવા કેટલાક નિયંત્રણો સાથે લોકડાઉન લગાવવામાં આવેલું છે, તેમજ જરૂરી કર્યો માટે સરકાર દ્વારા છૂટછાટ પણ આપવામાં આવેલ છે. આવા સમય વચ્ચે તેલંગાણા રાજ્યમાં આજથી કોવિડ-19 નાં પ્રતિબંધોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવશે. તાજેતરમાં જ તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની અધ્યક્ષતામાં યોજાયેલી એક રાજ્ય કેબિનેટની બેઠકમાં કોરોનાના પ્રતિબંધોને સંપૂર્ણ પણે હટાવી દેવા તેમજ વિદ્યાર્થીઓની શિક્ષામાં વધારે અડચણ ન આવે તે હેતુ સાથે આગામી 1 જુલાઈથી શૈક્ષણિક સંસ્થાઓને પણ ઓફલાઈન ક્લાસ માટે ખોલવા નિર્ણય લેવામાં આવ્યો છે. 
    ત્યાર બીજી તરફ કર્ણાટક રાજ્યના પણ 16 જિલ્લાઓમાં આવતીકાલથી લોકડાઉનના નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત જે જિલ્લામાં કોરોના સંક્રમણ દર 5 ટકા કરતા ઓછો હશે, તેવા જિલ્લાઓમાં આ છૂટછાટ મળવાપાત્ર રહેશે, અને અન્ય જિલ્લાઓમાં લોકડાઉનના પ્રતિબંધો યથાવત રહેશે. છૂટછાટ આપાયેલ તમામ જિલ્લાઓમાં સંક્રમણ દર 5 ટકા કરતા ઓછું છે, તેથી આ જિલ્લાઓમાં બસો તેમજ મેટ્રો રેલ 50 ટકા ક્ષમતા સાથે શરુ કરવામાં આવશે. જોકે સિનેમાહોલ, સ્વિમિંગ પૂલ, મંદિરો તેમજ શોપિંગ મોલને હાલ બંધ રાખવામાં આવશે.
    આ દરમિયાન ગોઆમાં કોવિડ કર્ફ્યુને આગામી 28મી જૂન સુધી યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply