ભારતીય રેલવે દ્વારા પ્રવાસી શ્રમિકો માટે કરાયું સ્પેશ્યિલ ટ્રેનોનું સંચાલન
Live TV
-
છેલ્લાં 7 દિવસમાં 32 લાખ 56 હજાર જેટલાં મુસાફરો તેમના ગંતવ્ય સ્થળો પર પહોંચ્યા
દેશમાં કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા અનેક નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા હતા. જે અન્વયે દેશના વિવિધ વિસ્તારોમાં અને શહેરોમાં કામ કરતા પ્રવાસી શ્રમિકો પોતાના વતન પરત ફર્યા હતા. હવે જયારે દેશમાં કોરોના કેસોમાં ઘટાડો આવી રહ્યો છે, ત્યારે શહેરોમાં ધીમે ધીમે નિયંત્રણો પણ ઘટાડવામાં આવી રહ્યા છે. આ નિયંત્રણો ઘટતાની સાથે જ ભારતીય રેલવે દેશનાં જુદા-જુદા ભાગોમાંથી પ્રવાસીઓને તેમની કર્મભૂમીએ પરત લાવવામાં મદદ કરી રહી છે.
જે અંતર્ગત ભારતીય રેલવે દ્વારા છેલ્લાં સાત દિવસમાં અંદાજે 32 લાખ 56 હજાર યાત્રીઓએ એક્સ્પ્રેસ રેલગાડીઓ દ્વારા લાબું અંતર કાપ્યું છે. જેમાં પ્રવાસી મજૂરો સહિતનાં અન્ય લોકોનો પણ સમાવેશ થાય છે. આ ટ્રેનો પૂર્વી ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાથી દિલ્હી, મુંબઈ, પૂના, સુરત, અમદાવાદ અને ચેન્નાઈ જેવા સ્થળોએ પહોંચી છે. રેલ વિભાગ દ્વારા બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને ઓડિશાથી પ્રવાસી મજૂરોને લાવવા માટે દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગલોર અને ચેન્નાઈ જેવા મેટ્રો શહેરો માટે મેઈલ, એક્સપ્રેસ, હોલીડે સ્પેશિયલ તેમજ સમર સ્પેશિયલ જેવી ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
