ચંપારણઃ પ્રધાનમંત્રી મોદીએ આપી બિહારને અનેક ભેટ
Live TV
-
પીએમ મોદીએ નમામી ગંગા યોજના હેઠળ પટના માટે 11 સી વેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માંથી 4 નો શિલાન્યાસ પણ કર્યો. પી.એમ. મોદી ,જ્યારે ,આજે ઐતિહસિક ચંપારણ ભૂમિમાં આવ્યાં ત્યારે તેમણે ગાંધીજીને યાદ કર્યા. પી.એમ. મોદીએ કહ્યું કે, ગત અઠવાડિયામાં બિહાર, ઓરિસ્સા અને જમ્મુ કાશ્મીરમાં 26 લાખ શૌચાલય નું, નિર્માણ કરવા માં આવ્યું.
પ્રધાનમંત્રીએ પટના માટે ચાર સી વેજ સંયત્ર પરિયોજનાઓ તથા મધેપુરા ગ્રીન ફિલ્ડ લોકો મોટીવ ફેકટરીના શિલાન્યાસ સહિત ઘણી વિકાસ પરિયોજનાનો શુભારંભ કર્યો. પી.એમ. મોદી એ 2,410 કરોડના ખર્ચે મુઝફફ પુર-સુગોલી વાલ્મિકિ નગર રેલના ડબલીકરણનો શિલાન્યાસ કર્યો. મેક ઈન ઈન્ડીયા હેઠળ ફ્રાન્સ ના સહયોગથી મધેપુરા ગ્રીન ફિલ્ડ લોકો મોટીવ ફેક્ટરી નું લોકાર્પણ કર્યું. આ દરમિયાન પ્રધાનમંત્રીએ નવી દિલ્હી-કટિ હાર હમ સફરને લીલી ઝંડી દેખાડી. પી.એમ.એ મોતીહારીમાં પેટ્રોલિયમ ઓઈલ ટર્મિનલ અને બોટલિંગ પ્લાન્ટનું પણ ઉદ્ધાટન કર્યું. પી.એમ. મોદીએ મોતીહારી સ્થિત મોતી સરોવરના સૌદર્યીકરણનો પણ શિલાન્યાસ કર્યો. આ સાથે મોદીએ મોતીહારી માટે 97 કરોડ ના ખર્ચે પેય જળ ની યોજનાઓનો પણ પ્રારંભ કર્યો.