મહારાષ્ટ્રમાં ખંડાલા પાસે અકસ્માત, 17ના મોત, 20 ઘાયલ
Live TV
-
મહારાષ્ટ્રના ખંડાલા ગામ પાસે આજે વહેલી સવારે એક અકસ્માતની ઘટના બની હતી
હિમાચલ પ્રદેશમાં હજુ બાળકોની બસના અકસ્માતનો શોક લોકો ભૂલ્યા નથી, ત્યાં મહારાષ્ટ્રના ખંડાલા ગામ પાસે આજે વહેલી સવારે એક અકસ્માતની ઘટના બની હતી, જેમાં 17 લોકોના મોત થયા છે. ખંડાલા ગામ પાસે મંગળવારે વહેલી સવારે એક ટ્રક અને
આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે આ અકસ્માતમાં 17 લોકોના મોત થયા છે, જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રક કર્ણાટકથી પુણે તરફ જઈ રહ્યો હતો ત્યારે અકસ્માતની ઘટના બની હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને
પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયા છે.ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રકમાં બેઠેલા બધા મુસાફરો શ્રમજીવીઓ હતા. અકસ્માતમાં આઈશર ટેમ્પોનો આગળનો ભાગ તૂટી ગયો હતો.