જમ્મુ-કાશ્મીરઃ પરીમપોર વિસ્તારમાં આખી રાત ચાલેલી અથડામણમાં બે આતંકવાદી ઠાર
Live TV
-
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. શ્રીનગરના પરીમપોર વિસ્તારમાં આખી રાત ચાલેલી અથડામણ દરમિયાન સુરક્ષાદળોએ બે આંતકવાદીને ઠાર માર્યા છે. ઠાર કરાયેલા આતંકવાદીઓમાંથી એક આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો ટોપ કમાન્ડર અબરાર અને બીજો પાકિસ્તાનનો આતંકી છે.
કાશ્મીર ઝોન પોલીસે આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, આતંકવાદીઓ પાસેથી સુરક્ષાદળોને હથિયારો અને દારૂ ગોળો પણ મળી આવ્યો છે. હાલ આ વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા તપાસ અભિયાન ચલાવાઈ રહ્યું છે.
