Skip to main content
Settings Settings for Dark

સરકારે આ વર્ષે અત્યાર સુધીની સૌથી વધુ 432.83 લાખ મેટ્રીક ટન ઘઉંની ખરીદી કરી

Live TV

X
  • દેશમાં રવિ સિઝન 2020-21ની ઘઉંની ખરીદી હજુ પણ ચાલુ છે. અત્યાર સુધીમાં 432.83 લાખ મેટ્રીક ટન ઘઉંની ખરીદી કરવામા આવી છે.

    દેશમાં રવિ સિઝન  2020-21ની ઘઉંની ખરીદી હજુ પણ ચાલુ છે. અત્યાર સુધીમાં 432.83 લાખ મેટ્રીક ટન ઘઉંની ખરીદી કરવામા આવી છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો ઘઉં ખરીદીનો આંકડો છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ઘઉની 11.89% વધારે ખરીદી કરવામાં આવી છે. 

    ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 386.83 લાખ મેટ્રીક ટન ઘઉં ખરીદવામા આવ્યા હતા. રાજસ્થાનમાં અત્યાર સુધી ઘઉંની ખરીદી 23.19 લાખ મેટ્રીક ટન સુધી પહોચી છે. અત્યાર સુધી 49 લાખથી વધારે ખેડૂતોને આ ખરીદીથી સીધો લાભ મળ્યો છે. ખેડૂતોને અત્યાર  સુધીમાં 85 હજાર 483 કરોડ રુપીયા ચુકવવામાં આવ્યા છે. ચાલુ વર્ષે 854 લાખ મેટ્રીક ટનથી વધારે ધાન્ય પાકોનો જથ્થો ખરીદવામાં આવ્યો છે. આ જથ્થામાં 708 લાખ મેટ્રીક ટનના ખરીફ પાકો અને 140 લાખ મેટ્રીક ટન રવિ પાકોનું ધાન્ય ખરીદવામા આવ્યુ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply