જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં અથડામણ દરમિયાન સેનાના બે જવાન શહિદ
Live TV
-
જમ્મુ કશ્મીરના રાજૌરીમાં LOC આગળ ગુરુવારે સેનાએ બે પાકિસ્તાની આતંકવાદીને ઠાર કરી ઘુષણખોરીની એક મોટી કોશિશની નાકામ કરી દીધી હતી. આ અથડામણમાં બે જવાન પણ શહિદ થયા હતા. બન્ને આતંકવાદીઓ પાસેથી બે એકે 47 રાઇફલ સહિત મોટા પ્રમાણમાં દારૂગોળા મળી આવ્યા હતા. રાજૌરી જિલ્લાના સુંદરવની સેક્ટરના દાદર વિસ્તારમાં ઘુષણખોરીની માહિતી મળવા પર સેનાના જવાનોએ વ્યાપક તપાસ અભિયાન શરૂ કર્યુ હતુ. અત્યારે કુલગામના રેડવાની વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ ચાલી રહી છે.
