દેશમાં કેટલાક વિસ્તારોમાં થયેલી ભીડને લઇને પ્રધાનમંત્રીએ ચિંતા વ્યક્ત કરી
Live TV
-
પ્રધાનમંત્રીએ દેશના કેટલાક વિસ્તારમાં ભારે ભીડના વિડિયો અને ફોટો પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યુ કે, લોકો માસ્ક વગર જોવા મળે છે અને સોશ્યલ ડિસ્ટન્સિંગનુ પાલન કરતા નથી.જે બિલકુલ યોગ્ય નથી.
મંત્રીમંડળના વિસ્તરણ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રધાનમંત્રીએ દેશના કેટલાક વિસ્તારમાં ભારે ભીડના વિડિયો અને ફોટો પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યુ કે, લોકો માસ્ક વગર જોવા મળે છે અને સોશ્યલ ડિસ્ટન્સિંગનુ પાલન કરતા નથી.જે બિલકુલ યોગ્ય નથી.. તેમણે ભાર આપી કહ્યુ હતુ કે આપણા કોરોના વોરિયર અને ફ્રંટ લાઇન વર્કર દ્વારા સંચાલિત વૈશ્વિક મહામારી સામે ભારતની લડાઇ પૂરા જોશ સાથે થઇ રહી છે. તેમજ પૂરતા પ્રમાણમાં સતત રસીકરણ થઇ રહ્યુ છે. અને આવા સમયે કોઇ પણ પ્રકારની બેદરકારી ન થવી જોઇએ. આવી બેદરકારીથી આપણે કોવિડ ૧૯થી ક્યારેય લડી નહિ શકીએ... સાથે જ તેમણે મહારાષ્ટ્ર અને કેરલમાં વધી રહેલ કોરોના ના કેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
