જાણો, M-YOGA એપ માં શું છે ખાસ?
Live TV
-
યોગ વિશે આ મોબાઈલ એપ વિશ્વભરના દેશોમાં જાગૃતિ ફેલાવશે. આ એપના માધ્યમથી લોકો સરળતાથી ભાષા પસંદ કરી યોગનું શિક્ષણ મેળવી શકે છે. એપમાં ખાસ કરીને વીડિયો પણ મુકવામાં આવ્યા છે. જેનાથી પણ યોગ કરી શકાય.
શું છે M-YOGA એપ વિશેષતાઃ
-એપમાં 12 વર્ષથી 65 વર્ષ સુધીના લોકો માટે યોગાસનની જાણકારી આપવામાં આવી છે.
-M-Yoga એપમાં સરળ રીતે તમામ આસનોને સમજાવવામાં આવ્યા છે.
-અલગ અલગ દેશોના લોકો પણ સરળતાથી યોગને શીખી શકે છે.
-એપમાં વીડિયો પણ મુકવામાં આવ્યા છે.
-વીડિયોના આધારે પણ લોકો યોગ કરી શકે છે.
-એપમાં અલગ અલગ ભાષા જેવી કે, અંગ્રેજી, હિન્દી, ફ્રેન્સ સહિત વિવિધ ભાષા ઉપલબ્ધ છે.વિશ્વ યોગ દિન નિમિતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. જેમાં M-Yoga એપ વિશે જાહેરાત કરી હતી. જેનાથી લોકો વીડિયો જોઇને પોતાની જાતે જ ઘરે યોગ કરી શકે છે. જે ઘણી બધી ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનમાં જાહેરાત કરી હતી કે, "ભારત અને વિશ્વ આરોગ્ય સંસ્થા WHOએ આજે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વિશ્વને આજે એમ-યોગા એપ મળશે જે એપ સામાન્ય યોગના આસનો આધારિત યોગ તાલીમના ઘણા વીડિયો પૂરા પાડશે અને તે ઘણી બધી ભાષાઓમાં ઉપલબ્ધ રહેશે. તેમણે આ બાબતને અર્વાચિન અને આધુનિક ટેકનોલોજીના મહાન મિશ્રણ તરીકે ગણાવીને એવી આશા વ્યક્ત કરી હતી કે એમ-યોગા એપ સમગ્ર વિશ્વમાં યોગનો ફેલાવો કરશે અને એક વિશ્વ એક આરોગ્યના પ્રયાસમાં મોટુ યોગદાન આપશે."
