દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 91,702 કેસ નોંધાયા
Live TV
-
દેશમાં કોવિડ સંક્રમણનું પ્રમાણ દિવસે દિવસે ઘટી રહ્યું છે. છેલ્લાં 24 કલાકમાં 91 હજાર 702 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1 લાખ 34 હજાર 580 લોકો સાજા થયા છે. મૃત્યુ દર ઘટીને 3 હજાર 403 થયો છે. રિકવરી રેટ વધીને 94.93 ટકા થઇ ગયો છે. દેશમાં સક્રિય કેસ 11 લાખ 21 હજાર 671 છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ઇ વિન પ્લેટફોર્મને લઇને રાજ્યોને સલાહ આપી છે કે રસીકરણના સ્ટોક અને તેના ભંડારણ સમયની મુખ્ય જાણકારી જાહેરમાં બહાર પાડવી નહીં. આ પ્રકારની માહિતી બહાર પાડતા પહેલાં રાજ્યએ કેન્દ્રની અનુમતી લેવી પડશે. યુઆઇપી હેઠળ રસીકરણ અંગેની માહિતી ઇ વિન પર છેલ્લાં છ વર્ષથી જાહેર કરવામાં આવે છે. કોવિડ-19 વેક્સીનના સ્ટોક અને ખપતનો ડેટા કો-વિન પ્લેટફોર્મ પર મૂકવામાં આવે છે. સરકારનો હેતુ ડેટાના ખોટો ઉપયોગને થતો અટકાવવાનો છે. દેશમાં અત્યાર સુધીમાં 24 કરોડ કોવિડ વેક્સિન લગાવવામાં આવી ચૂકી છે. છેલ્લાં 24 કલાકમાં 32 લાખ 74 હજાર 649 રસી મૂકાવામાં આવી છે. અત્યાર સુધી દેશમાં 19 કરોડ 53 લાખ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ જ્યારે 4 કરોડ 75 લાખ લોકોને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યાં છે.
