મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને વર્ષ 2021 માટે મળી મંજૂરી, 53 લાખથી વધુ ખેડૂતોને મળશે યોજનાનો લાભ
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતોને ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થતાં પાક નુક્સાન સામે સહાયરૂપ થવા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને વર્ષ 2021 માટે મંજૂરી આપી છે. આ યોજનામાં રાજ્યના નાના-મોટા તેમજ સિમાંત બધા જ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. રાજ્યના અંદાજે 53 લાખથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના માટે ખેડૂતે કોઇ જ પ્રીમિયમ કે અન્ય કોઇપણ પ્રકારની નોંધણી ફી ભરવાની રહેશે નહીં.અનાવૃષ્ટિ-દુષ્કાળ-અતિવૃષ્ટિ-કમોસમી વરસાદ-માવઠું જેવા જોમખથી થતા પાક નુક્સાનને પણ આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાનની ટકાવારી 33 થી 60 ટકા હોયતો પ્રતિ હેક્ટર રૂ 20,000ની સહાય વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં અપાશે. અને નુક્સાન 60 ટકાથી વધુ હોય તો પ્રતિ હેક્ટર રૂ 25,000 ની સહાય મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં અપાશે. વન અધિકારકાયદા હેઠળ સનદ ધરાવતા વનબંધુ ખેડૂતો પણ આ યોજનામાં આવરી લેવાયા છે.
