દેશમાં છેલ્લા 24 કલાકમાં 46,617 નવા કોરોના કેસ નોંધાયા, 59, 384 દર્દીઓ સાજા થયા
Live TV
-
શમાં કોરોનાનાં નવા કેસોમાં સતત ધટાડો જોવા મળી રહ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં જણાવ્યા અનુસાર ગત 24 કલાકમાં 46, 617 નવા કેસ સામે આવ્યાં છે
દેશમાં કોરોનાનાં નવા કેસોમાં સતત ધટાડો જોવા મળી રહ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં જણાવ્યા અનુસાર ગત 24 કલાકમાં 46, 617 નવા કેસ સામે આવ્યાં છે અને 59, 384 લોકો સારવાર લઈને સાજા થયા છે. દેશમાં કોરોનાનાં સક્રિય કેસોની સંખ્યા ઘટીને 5,09,637 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાથી 853 લોકોનાં મૃત્યુ થયા છે. આ સાથે દેશમાં કુલ 4,00,312 લોકોનાં કુલ મોત થયા છે.
કોરોના રસીકરણ મામલે ભારત ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યુ છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત દેશમાં અત્યાર સુધીમાં 34 કરોડ 76 હજાર 232 કોરોનાના ડોઝ આપવામાં આવ્યા છે.
કોવિશિલ્ડનો ડોઝ લેનારા માટે રાહતના સમાચાર છે કે, યુરોપિય સંઘે તેમજ તેની સાથે જોડાયેલા આઠ દેશોએ કોવીશીલ્ડને મંજૂરી આપી છે. ઓસ્ટ્રિયા, જર્મની આઇસલેન્ડ, આયરલેન્ડ, સ્વિટઝરલેન્ડ તથા સ્પેનમાં કોવિશીલ્ડને માન્યતા આપવામાં આવી છે. કોરોના કેસ ઘટતા ઉત્તર પ્રદેશ અને ઝારખંડે અનલોકની પ્રક્રિયા શરૂ કરી છે.
