Skip to main content
Settings Settings for Dark

વેક્સિનેશનમાં અમેરિકાથી આગળ ભારત, રસીકરણનો આંકડો 34 કરોડને પાર

Live TV

X
  • ભારતનું સંચિત કોવિડ રસીકરણ કવરેજ આજે 34 કરોડના સીમાચિહ્નને પાર કરી ગયું છે. અહેવાલ મુજબ સવારે 7 વાગ્યા સુધી 34,00,76,232 રસી ડોઝ આપવામાં આવ્યા હતા. રસીકરણ અભિયાન દિવસ-167 (1લી જુલાઈ, 2021)ના રોજ આપવામાં આવેલા કુલ 42,64,123 રસી ડોઝમાંથી 32,80,998 લાભાર્થીઓને રસીનો પ્રથમ ડોઝ અને 9,83,125 લાભાર્થીઓને રસીનો બીજો ડોઝ મળ્યો છે. ગઈકાલે 18-44 વર્ષની ઉંમરના વર્ગને 24,51,539 રસીના પ્રથમ ડોઝ અને 89,027 રસીના બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. કુલ મળીને 37 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 18-44 વર્ષના વર્ગના 9,41,03,985 લોકોને પ્રથમ ડોઝ મળ્યો છે અને કુલ 22,73,477 લોકોને બીજો ડોઝ મળ્યો છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, બિહાર, ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્રના 18-44 વર્ષની ઉંમરના વર્ગમાં 50 લાખથી વધુ લોકોને કોવિડ-19ની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. દેશમાં સૌથી સંવેદનશીલ વસ્તી જૂથોને કોવિડ-19થી બચાવવા માટેના સાધન રૂપે રસીકરણની કવાયત ઉચ્ચતમ સ્તરે નિયમિત રીતે સમીક્ષા કરવામાં આવે છે અને તેનું નિરીક્ષણ કરવામાં આવે છે.

    આરોગ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ દ્વારા દેશમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, દેશમાં કોરોનાની બીજી લહેરમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. 2 મે થી 7 મે દરમિયાન દેશમાં 3 લાખ 89 હજાર કેસો નોંધાયા હતા. જેની સરખામણીમાં આજે દેશમાં 46  હજાર 617 નવા કેસ સામે આવ્યા છે. તો એક્ટિવ કેસમાં પણ ક્રમશ: ઘટાડો નોંધાઇ રહ્યો છે, જ્યારે રિકવરી રેટમાં પણ ઉત્તરોઉત્તર વૃદ્ધિ નોંધાઇ રહી છે. તેમાં પણ એક્ટિવ કેસમાં 86 ટકાનો  નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. રસીકરણ મામલે વાત કરતા આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં રસીકરણના ડોઝનો આંક 34 કરોડને પાર થયો છે. તે સાથે ટેસ્ટિંગની ક્ષમતા પણ વધારાઇ છે અને દેશમાં દરરોજ 18 લાખ ટેસ્ટ કરવામાં આવે છે. 

    પોઝિટિવિટી રેટ મુદ્દે વાત કરતા આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં 71 જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધારે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે દેશના નાગરિકોને સંબોધતા કહ્યું કે, યુરોપ, ઇઝરાયલ અને રશિયામાં કેસો વધી રહ્યા છે. દેશમાં પણ કોરોનાની બીજી લહેર હજી ખતમ થઇ નથી, આથી દરેક લોકોએ કોવિડ પ્રોટોકોલના નિયમોનું કડક પાલન કરવું આવશ્યક છે તો રસીકરણ મામલે દેશને વધુ એક ઉપલબ્ધિ મળશે. મોર્ડનાની કોવેક્સ વેક્સિન ટૂંક સમયમાં ભારતમાં આવી શકે છે. સિપલા કંપની દ્વારા આ ડોઝ આયાત કરવામાં આવશે. તો બીજી તરફ સગર્ભા સ્ત્રીઓને કોવિડ-19ના વેક્સિનેશન માટે મંજૂરી આપવામાં આવી છે. સ્વાસ્થય મંત્રાલયે NTAGIની ભલામણને માન્ય રાખી છે. તેમજ આ અંગેની માર્ગદર્શિકાઓ ટૂંક સમયમાં રાજ્ય સરકારને સોંપવામાં આવશે. સગર્ભા સ્ત્રીઓ કો- વિન અથવા નજીકના કોવિડ વેક્સિનેશન સેન્ટર પર વેક્સિન માટે હવે રજિસ્ટ્રેશન કરાવી શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply