સરકારે છૂટક અને જથ્થાબંધ વેપારને MSME તરીકે સામેલ કરવાની કરી ઘોષણા
Live TV
-
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME), માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે છૂટક અને જથ્થાબંધ વેપારને MSME તરીકે સામેલ કરીને MSME માટે સંશોધિત દિશાનિર્દેશોની ઘોષણા કરી. એક ટ્વીટમાં તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં અમે MSME ને મજબૂત બનાવવા અને તેમને આર્થિક પ્રગતિનું એન્જિન બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ગડકરીએ કહ્યું કે, સંશોધિત દિશાનિર્દેશોથી અઢી કરોડ છૂટક અને જથ્થાબંધ વેપારીઓને લાભ મળશે. તેમણે કહ્યું કે છૂટક અને જથ્થાબંધ વ્યાપારને અત્યાર સુધી MSME ના વ્યાપમાંથી બહાર રખાયા હતા પરંતુ હવે સંશોધિત દિશાનિર્દેશો અંતર્ગત છૂટક અને જથ્થાબંધ વ્યાપારને પણ ભારતીય રિઝર્વ બેંક (RBI)ના દિશાનિર્દેશો અનુસાર પ્રાથમિકતાવાળા ક્ષેત્ર અંતર્ગત લોન પ્રાપ્ત કરવાનો લાભ મળશે. સંશોધિત દિશાનિર્દેશો સાથે હવે છૂટક અને જથ્થાબંધ વેપારીઓને ઉદ્યોગ રજિસ્ટ્રેશન પોર્ટલ પર નોંધણી કરાવવાની અનુમતિ મળી રહેશે.
