વર્ષ 2021-22ની પહેલી ત્રિમાસિકમાં દેશે રેકોર્ડ સ્તર પર કરી છે નિકાસ: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ
Live TV
-
દેશમાં કોરોના મહામારી વચ્ચે આર્થિક મોરચે સારા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને હરદીપસિંહ પુરીએ આજે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ અંગે વિગતો આપી હતી. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે, કોરોના મહામારી છતાં પણ ભારતીય અર્થતંત્ર ઝડપથી બેઠું થઇ રહ્યું છે. દેશમાં રોકાણ આવી રહ્યું છે. તે સાથે જ નિકાસમાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. વધુમાં તેમણે ઉમેર્યુ કે, કોરોના મહામારી દરમિયાન ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એપ્રિલથી જૂન મહિના વચ્ચે સૌથી વધુ નિકાસ નોંધાઇ છે. જે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ નિકાસ છે. આ વર્ષે પ્રથમ ત્રિમાસિક ગાળામાં 95 બિલિયન ડોલર નિકાસ નોંધાઇ છે. તો એન્જિનિયરિંગ ગુડ્સ સેક્ટરમાં 5.2 ટકા બિલિયન ડોલરનો વધારો નોંધાયો છે. વધુમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આ વર્ષે મરચેન્ડાઇઝ એક્સપોર્ટ માટે 400 બિલિયન ડોલરનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કોવિડ મહામારી વચ્ચે વર્ષ 2020-2021માં 81.72 ડોલર એટલે કે 6 લાખ કરોડ જેટલી FDI દેશમાં આવી છે જે અત્યાર સુધીમાં સૌથી મોટી વૃદ્ધિ છે.
