પીએમ ગતિશક્તિના 3 વર્ષ પૂર્ણ થવા પર પ્રધાનમંત્રીએ ભારત મંડપમ ખાતે અનુભૂતિ કેન્દ્રની મુલાકાત લીધી
Live TV
-
પીએમ ગતિશક્તિએ ભારતની માળખાકીય વિકાસ યાત્રાને વેગ આપવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગતિશક્તિના 3 વર્ષ પૂર્ણ થવા પર ભારત મંડપમ ખાતે અનુભૂતિ કેન્દ્રની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ ટીપ્પણી કરી હતી કે પીએમ ગતિશક્તિએ ભારતની માળખાકીય વિકાસ યાત્રાને વેગ આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
" ગતિશક્તિએ ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હોવાથી, ભારત મંડપમ ગયા અને અનુભૂતિ કેન્દ્રની મુલાકાત લીધી, જ્યાં મેં આ પહેલની પરિવર્તનશીલ શક્તિનો અનુભવ કર્યો."
“PM ગતિશક્તિએ ભારતની માળખાકીય વિકાસ યાત્રાને વેગ આપવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય અને કોઈપણ સંભવિત પડકારને હળવો કરવામાં આવે તેની ખાતરી કરવા માટે તે અદ્ભુત રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે.”