Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોયકેથોન-2021 ફાઇનલના સ્પર્ધકો સાથે સંવાદ કર્યો

Live TV

X
  • ટ્રેડિશન અને ટેકનોલોજી આત્મનિર્ભર ભારતની મોટી તાકાત છે. તેમણે સ્પર્ધકો એ બનાવેલ નવીનતમ રમતોની પ્રશંસા કરતા જણાવ્યુ હતું કે ગેમિંગ વ્યક્તિત્વ વિકાસમાં પણ સહાયક બની શકે છે.

     પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે ટોયકેથોન 2021 ફાઇનલના સ્પર્ધકો સાથે વિડિયો કોન્ફરંસિંગ દ્વારા સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે ટ્રેડિશન અને ટેકનોલોજી આત્મનિર્ભર ભારતની મોટી તાકાત છે. તેમણે સ્પર્ધકો એ બનાવેલ નવીનતમ રમતોની પ્રશંસા કરતા જણાવ્યુ હતું કે ગેમિંગ વ્યક્તિત્વ વિકાસમાં પણ સહાયક બની શકે છે.. તેમજ તેનાથી કુપોષણ સામે લડી શકાય છે. તેમણે મેરઠના શ્રી જામ્યાહમ ઇનોવેશન પ્રાઈવેટ લિમિટેડના   ટીમ લીડર વિવેક બાનરા સાથે સંવાદ કર્યો હતો. જેમણે એક શૈક્ષણિક બોર્ડ ગેમ તૈયાર કરી હતી. પ્રધાનમંત્રી એ તેની પ્રશંસા કરી હતી. અને તેમણે સૂચન કરતાં જણાવ્યુ હતું કે આ ગેમ ને ડેવલપ કરવામાં આવે તો તેને આર્મી અને નેવી માં પણ ઉપયોગ થઈ શકે છે. કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ તેમજ AICTE ના ચેરમેન વિડિયો કોન્ફરંસિંગ દ્વારા ઉપસ્થિત રહ્યાં હતા. મહત્વનુ છે કે ભારતીય રમકડા ઉદ્યોગને વેગ આપવા ટોયકેથોન 2021   5 જાન્યૂઆરી 2021 રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં 2 હજાર 471 ટીમ ભાગ લઇ રહી છે....
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply