Skip to main content
Settings Settings for Dark

રમકડા અને રમતો પરંપરા અને ટેક્નોલોજીનું જોડાણ છે: પ્રધાનમંત્રી

Live TV

X
  • ગેમિંગ અને રમકડાંના ક્ષેત્રમાં દેશની ક્ષમતા સતત વધી રહી છે: પ્રધાનમંત્રી

    વડાપ્રધાને આજે ટોયથોન -2021ના ​​સહભાગીઓ સાથે વાતચીત કરી હતી. ભારતીય મૂલ્યો પર આધારિત નવા રમકડા બનાવવાના હેતુથી તેની શરૂઆત કરવામાં આવી હતી, જેથી બાળકોમાં સકારાત્મક વર્તન અને સારી વર્તણૂકનો વિકાસ થાય. વાતચીત દરમિયાન વડાપ્રધાને આવા રમકડા અને રમતો બનાવવામાં ભાર મૂક્યો હતો, જે ભારતીય મૂલ્યોને પ્રોત્સાહન આપે છે. તેમણે કહ્યું કે, આજે વિશ્વ ભારતની કલા, સંસ્કૃતિ, સમાજ અને તેની સંભાવનાઓ વિશે વધુ સારી રીતે જાણવા માંગે છે. શ્રી મોદીએ કહ્યું કે અમારું રમકડા અને રમતો ઉદ્યોગ આ દિશામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.

    દેશની સમસ્યાઓ હલ કરવામાં ટૉયકાથોનના મહત્વ પર પ્રકાશ પાડતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ટૉયકાથોને દેશની સમસ્યાઓના નિરાકરણ માટે એક મોટું અને વિશેષ પ્લેટફોર્મ પૂરૂ પાડ્યું છે. રમકડાની અર્થવ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂકતા વડાપ્રધાને કહ્યું કે, રમકડા અને રમતોનું વૈશ્વિક બજાર 100 અબજ ડોલરનું છે. તેમણે કહ્યું કે, આજે ભારત 80 ટકા રમકડાની આયાત કરે છે અને રમકડાંના વૈશ્વિક બજારમાં દેશનું યોગદાન માત્ર 1.5 અબજ ડોલર છે. તેમણે કહ્યું કે, આ પરિસ્થિતિમાં પરિવર્તન લાવવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સરકાર દેશી રમકડા અને રમતોના બજારને વિકસાવવા તમામ જરૂરી સહાય પૂરી પાડવા તૈયાર છે. તેમણે લોકલ માટે વોકલના મંત્ર પર ભાર મૂક્યો અને દરેકને ભારતીય રમકડાં ખરીદવા કહ્યું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply