પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રને આપી વિકાસની ભેટ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હિન્દુ હ્દય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃધ્ધી એક્સપ્રેસવે ના પ્રથમ તબક્કાનું તેમજ CIPET ચંદ્રપુર રાષ્ટ્રને સમર્પીત કર્યું હતું. પ્રધાનમંત્રીએ NIO હેમોગ્લોબેનોપેથી(hemoglobeno pethi ) નો શિલાન્યાસ કર્યો હતો. આ અવસરે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે આપવામાં આવેલી 11 જેટલી યોજનાઓ મહારાષ્ટ્રના વિકાસને નવી દિશા અને ઉર્જા આપશે. આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવમાં 75 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યો માટે મહારાષ્ટ્રની જનતાને શુભેચ્છા પાઠવું છું. તેમણે કહ્યું કે સમૃધ્ધી એકસપ્રેસ વે થી મુંબઇ અને નાગપુર વચ્ચે અંતર ધટવા સાથે 24 જિલ્લાને આધુનિક કનેક્ટીવીટી મળી રહી છે. જેથી ખેડૂતો, શ્રધ્ધાળુઓ તેમજ ઉદ્યોગોને મોટો ફાયદો થનાર છે.