Skip to main content
Settings Settings for Dark

ભારતના ઓઈલ સપ્લાયર તરીકે રશિયા સતત બીજા મહિને મોખરે

Live TV

X
  • એનર્જી કાર્ગો ટ્રેકર વોર્ટેક્સના આંકડા અનુસાર, પરંપરાગત વિક્રેતા ઈરાક અને સાઉદી અરેબિયાને પાછળ છોડીને રશિયા નવેમ્બરમાં સતત બીજા મહિને ભારતનું ટોચનું તેલ સપ્લાયર રહ્યું છે. 31 માર્ચ, 2022 સુધીમાં ભારત દ્વારા આયાત કરવામાં આવેલા તમામ તેલના માત્ર 0.2 ટકા જેટલો હિસ્સો ધરાવતા રશિયાએ નવેમ્બરમાં ભારતને 9,09,403 બેરલ પ્રતિ દિવસ (બીપીડી) ક્રૂડ તેલ સપ્લાય કર્યું હતું. જે ભારતના તેલ પુરવઠાના પાંચમાં ભાગનો સૌથી વધુ હિસ્સો ધરાવે છે. એનર્જી ઈન્ટેલિજન્સ કંપની વોર્ટેક્સના અનુસાર,  નવેમ્બરમાં ભારતે 8,61,461 બેરલ પ્રતિ દિવસ ઈરાક અને સાઉદી અરેબિયા પાસેથી 5,70,922 બેરલ પ્રતિ દિવસ તેલની આયાત કરી હતી. જ્યારે અમેરિકા 4,05,525 બેરલ પ્રતિ દિવસની સપ્લાય સાથે ચોથા ક્રમે આવે છે. ભારતે વોલ્યૂમની રીતે ઓક્ટોબરની તુલનાએ નવેમ્બરમાં રશિયા પાસેથી પ્રમાણમાં ઓછી આયાત કરી છે.  

    રશિયન તેલ માટેની ભારતની માગ ત્યારથી વધી ગઈ હતી જ્યારે તેણે ડિસ્કાઉન્ટ પર વેપાર કરવાનું શરૂ કર્યું હતું કારણ કે પશ્ચિમે યુક્રેન પર તેના આક્રમણ માટે મોસ્કોને સજા આપવા માટે આયાત કરવાનું ટાળતા હતાં. 
    વોર્ટેક્સના અનુસાર, ભારતે ડિસેમ્બરે 2021માં રશિયા પાસેથી 36,255 બેરલ પ્રતિ દિવસ ક્રૂડ તેલની આયાત કરી હતી, તેની તુલનાએ ઈરાક પાસેથી 1.05 મિલિયન બેરલ પ્રતિ દિવસ અને સાઉદી અરેબિયા પાસેથી 9,52,625 બેરલ પ્રતિ દિવસ ક્રૂડ તેલની આયાત કરી હતી. પછીના બે મહિનામાં રશિયા પાસેથી કોઈ આયાત થઈ ન હતી, પરંતુ ફેબ્રુઆરીના અંતમાં યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા પછી તરત જ માર્ચમાં આયાત ફરી શરૂ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભારતે માર્ચમા રશિયા પાસેથી 67,600 બેરલ પ્રતિ દિવસ ક્રૂડ તેલની આયાત કરી હતી, તે પછીના મહિનામાં 2,66,617 બેરલ પ્રતિ દિવસ અને જૂનમાં તો  9,42,692 બેરલ પ્રતિ દિવસ ક્રૂડ તેલની આયાત કરી હતી. પરંતુ જૂનમાં 1.04 મિલિયન પ્રતિ બેરલ તેલની આયાત સાથે ઈરાક ટોચની સપ્લાય રહ્યો હતો. જ્યારે તે મહિના દરમિયાન ભારત બીજા ક્રમનો સૌથી મોટો સપ્લાય હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2025 Max Temp : °C Min Temp : °C
apply