સપ્તાહ દરમિયાન ટોચની 10માંથી 8 કંપનીઓના બજાર મૂલ્યમાં રૂ.1.15 લાખ કરોડ ઉમેરાયા
Live TV
-
ટોચની 10 કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી મોખરી રહી હતી, તે પછી ટીસીએસ, એચડીએફસી બેન્ક, ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, એચડીએફસી, ભારતી એરટેલ અને અદાણી એન્ટરપ્રાઈસિસનો સમાવેશ થાય છે.
ગત સપ્તાહે ટોચની 10માંથી 8 કંપનીઓના બજાર મૂલ્યમાં રૂિપયા 1,15,837 કરોડ ઉમેરા હતા, જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બજાર મૂલ્યમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સના ટોચની 10 કંપનીઓમાં એચડીએફસી લિમિટેડ અને એચડીએફસી બેન્કના બજાર મૂલ્યમાં ઘટાડો થયો હતો. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહ દરમિયાન બીએસઈ બેન્ચમાર્ક સેન્સેક્સ 574.86 પોઈન્ટ્સ અથવા 0.92 ટકાના ઉછળ્યો હતો. તેની સાથે બુધવારે પ્રથમ વખત સેન્સેક્સ 63,000ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું બજાર મૂલ્ય રૂપિયા 71,462.28 કરોડના ઉછાળા સાથે રૂપિયા 18,41,994.48 કરોડ રહ્યું હતું. જ્યારે હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 18,491.28 કરોડ વધીને રૂપિયા 6,14,488.60 કરોડ રહ્યું હતું. જ્યારે તાતા કન્સલ્ટન્સી સર્વિસની (ટીસીએસ) માર્કેટ કેપ રૂપિયા 18,441.62 કરોડના વધારા સાથે રૂપિયા 12,58,439.24 કરોડે રહ્યું હતું.
ઈન્ફોસિસની માર્કેટ કેપ રૂપિયા 3,303.5 કરોડ વધી રૂપિયા 6,89,515.09 કરોડ અને અદાણી એન્ટરપ્રાઈસિસ રૂપિયા 2,063.4 કરોડની તેજીમાં રૂપિયા 4,47,045.74 કરોડ થઈ હતી. જ્યારા ભારતી એરટેલનું બજાર મૂલ્ય રૂપિયા 1,140.46 કરોડની વૃદ્ધિ સાથે રૂપિયા 4,72,234.92 કરોડ અને આઈટીઆઈસીઆઈ બેન્કનું બજાર મૂલ્ય રૂપિયા 845.21 કરોડના ઉછાળા સાથે રૂપિયા 6,49,207.46 કરોડ રહ્યા હતાં. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની માર્કેટ કેપ રૂપિયા 89.25 કરોડના વધારા સાથે રૂપિયા 5,42,214.79 કરોડ રહી હતી. જો કે, એચડીએફસી બેન્કનું બજાર મૂલ્ય રૂપિયા 5,417.55 કરોડના ઘટાડા સાથે રૂપિયા 8,96,106.38 કરોડ રહ્યું હતું, તો એચડીએફસીની માર્કેટ કેપ રૂપિયા 2,281.41 કરોડ ઘટી રૂિપયા 4,85,626.22 કરોડ રહી હતી. ટોચની 10 કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી મોખરી રહી હતી, તે પછી ટીસીએસ, એચડીએફસી બેન્ક, ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, એચડીએફસી, ભારતી એરટેલ અને અદાણી એન્ટરપ્રાઈસિસનો સમાવેશ થાય છે.