સુખવિન્દર સિંહ સુખુ આજે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે
Live TV
-
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ મુખ્યમંત્રીનું નામ પણ ફાઈનલ થઈ ગયું છે. ધારાસભ્ય દળની બેઠક બાદ સુખવિંદર સિંહ સુખુના નામને મંજૂરી આપી દીધી છે. સુખવિન્દર સિંહ સુખુ આજે સવારે 11 વાગે મુખ્યમંત્રી પદના શપથ લેશે. મુકેશ અગ્નિહોત્રી ડેપ્યુટી સીએમ તરીકે શપથગ્રહણ કરશે.
જાણો સુખવિંદર સિંહ સુખુ?
સુખવિંદર સિંહ સુખુનો જન્મ 26 માર્ચ 1964ના રોજ હમીરપુર જિલ્લાના નાદૌન તહસીલના સેરા ગામમાં થયો હતો. તેમના પિતા રસિલ સિંહ હિમાચલ પ્રદેશ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં બસ ડ્રાઈવર હતા. સુખુ પોતે શરૂઆતના દિવસોમાં શિમલામાં મિલ્ક કાઉન્ટર ચલાવતા હતા.સુખુએ હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. આ પછી તેણે એલએલબીનો અભ્યાસ કર્યો. સુખુએ પોતાની રાજકીય કારકિર્દી વિદ્યાર્થી નેતા તરીકે શરૂ કરી હતી. કોલેજમાં વિદ્યાર્થી સંઘના જનરલ સેક્રેટરી અને પ્રમુખ રહ્યા બાદ, તેઓ 1989 અને 1995 વચ્ચે NSUI (કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ)ના પ્રમુખ પણ હતા.
1999માં સુખુને યુથ કોંગ્રેસના વડા બનાવવામાં આવ્યા હતા. તેઓ વર્ષ 2008 સુધી આ પદ પર રહ્યા હતા. આ પછી સુખુએ મ્યુનિસિપલ કાઉન્સિલરની ચૂંટણી લડી હતી. તેઓ બે વખત શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. નાની સીડી ચડીને સુખુ વર્ષ 2013માં હિમાચલ કોંગ્રેસના પ્રમુખ બન્યા, તેઓ 2019 સુધી આ પદ પર રહ્યા હતા.4 વખત ધારાસભ્ય ચૂંટાયા
58 વર્ષીય સુખવિંદર સિંહ સુખુ હિમાચલમાં ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ પ્રથમ વખત વર્ષ 2003માં નાદૌન વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પછી 2007, 2017 અને હવે 2022માં પણ તેઓ નાદૌનથી ધારાસભ્ય બન્યા છે.
સુખવિંદર સિંહ સુખુએ 11 જૂન 1998ના રોજ કમલેશ ઠાકુર સાથે લગ્ન કર્યા હતા. કમલેશ ગૃહિણી છે. બંનેને બે દીકરીઓ છે. હાલમાં બંને દીકરીઓ દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી રહી છે.