પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક રાજ્યમાં, ચાર ચૂંટણી સભાને કર્યું સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યમાં ચાર ચૂંટણી સભાને સંબોધી.. પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર વોટ બેન્કની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ભાજપ અને કોગ્રેસ તરફથી ઝંઝાવત પ્રચાર થઈ રહ્યો છે. પ્રચાર અભિયાનમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તુમકૂર, ગડાગ, અને શિમોગમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. તુમકૂરની ધરતીને પ્રણામ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ ધરતી સંત - મહાપુરૂષોની ધરતી છે. ગરીબના જીવનમાં ફેરફાર લાવવા માટે સંતોનું કામ પ્રેરણાદાયી છે. તેમણે કોંગ્રેસ પર વોટ બેન્કની રાજનીતિ કરવાનો અને કોંગ્રેસે વર્ષો સુધી ખેડૂતોની ઉપેક્ષા કરી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો તો ગડગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને કર્ણાટકના જંગલોમાં ભ્રષ્ટાચાર જડીબુટ્ટી મળી હોય તેવી ટીખળ પણ કરી હતી. તો તેમની ત્રીજી સભા શિવમોગમાં સભા સંબોધી હતી. આગામી પાંચ દિવસોમાં પ્રધાનમંત્રી 11 જેટલી જાહેરસભાને સંબોધશે તો બીજી તરફ કોંગ્રેસ તરફથી અધ્યક્ષ રાહુલ ગાંધી અને કર્ણાટકના મુખ્યમંત્રીએ સિદ્ધાર્થ રમૈયાએ પણ સભા સંબોધીત કરી હતી.