સાંસદ મનસુખ માંડવિયાએ સ્વાસ્થ્ય મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો, પરિવારજનોમાં આનંદની લાગણી
Live TV
-
કાર્યભાર સંભાળતા પહેલા સાંસદ મનસુખ માંડવિયાએ પૂજા-અર્ચના પણ કરી હતી. તેમજ અધિકારીઓને તેમનું મંત્રાલય ખાતે સ્વાગત પણ કર્યુ હતું. તેમની સાથે સાથે રાજયકક્ષાના મંત્રી તરીકે ડો.ભારતી પ્રવીણ પવારે પણ પોતાનો પદભાર આજે સંભાળ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના મંત્રીમંડળમાં ગઇકાલે ફેરફાર કરવામાં આવ્યા હતો. અનેક મંત્રીઓએ રાજીનામું આપ્યું તો અનેક મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે કેન્દ્રિય રાજ્યમંત્રી અને રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયાને પ્રમોશન આપીને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. તેમણે કેબિનેટ મંત્રી તરીકે હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા. તેમના પરિવારજનોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. સાંસદ મનસુખ માંડવિયાએ સ્વાસ્થ્ય મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો. કાર્યભાર સંભાળતા પહેલા સાંસદ મનસુખ માંડવિયાએ પૂજા-અર્ચના પણ કરી હતી. તેમજ અધિકારીઓને તેમનું મંત્રાલય ખાતે સ્વાગત પણ કર્યુ હતું. તેમની સાથે સાથે રાજયકક્ષાના મંત્રી તરીકે ડો.ભારતી પ્રવીણ પવારે પણ પોતાનો પદભાર આજે સંભાળ્યો છે.
કેન્દ્રીય મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ ટ્વિટ કરતા કહ્યું કે,
https://twitter.com/mansukhmandviya/status/1413014960850948096?s=20
